એલસીબી ટીમે રૂપિયા 2,42,500ના મુદ્દામાલ સાથે નબીરાઓને કાયદાનું ભાન કરાવ્યું મોરબી : મોરબીના નીચી માંડલ ગામે વાડીએ જુગારની મહેફિલ મંડાઈ હોવાની ચોક્કસ બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી સાત નબીરાઓને રૂપિયા 2,42,500ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાભી તથા એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પો.હેડ કોન્સ. શકિતસિંહ ઝાલા, તથા સહદેવસિંહ જાડેજાને ચોકકસ હકિકત મળેલ કે, નીચી માંડલ ગામે રહેતા દીલીપભાઇ વલમજીભાઇ પટેલ બહારથી માણસો બોલાવી વાડીમાં જુગાર રમાડે છે. જે બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા પાધરડુ સીમ તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાંથી (૧) દીલીપભાઇ વલમજીભાઇ કુંડારીયા, (૨) અશ્વિનભાઇ મનસુખભાઇ અઘારા (૩) ભાવેશભાઇ ભગવાનજીભાઇ મેરજા (૪) ભગવાનજીભાઇ રૂપાભાઇ અમૃતીયા (૫) હરેશભાઇ ગોવિંદભાઇ મેરજા (૬) રાજેન્દ્રભાઇ બેચરભાઇ આદ્રોજા અને (૭) હરીશભાઇ ઉર્ફે હસુ થોભણભાઇ દેત્રોજા રોકડ રૂપીયા રૂ.૨,૪૨,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયા હતા. તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, HC દિલીપભાઇ ચૌધરી, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC વિક્રમભાઇ કુંગસીયા, હરેશભાઇ સરવૈયા, સતીષભાઇ કાંજીયા વગેરેએ કરી હતી.