મોરબી: મોરબીના જેતપર ગામે તાલુકા પોલીસે દરોડો પાડીને જુગાર રમતા સોડાભાઈ ટપુભાઈ હમીરપરા, જયંતિભાઈ વેરશીભાઈ માલણીયાત, જગદીશભાઈ માવજીભાઈ ઢવાણીયા, જેરામભાઈ વલ્લભભાઈ હમીરપરા, હરેશભાઇ કુકાભાઈ દેગામા, દિલીપભાઈ ધરમશીભાઈ માલણીયાત, લખમણભાઈ મોતીભાઈ માથોડીયાને રૂ. 10,800ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.