વાંકાનેર સિટી પોલીસે 52,700 નો મુદ્દામાલ કબ્જે કર્યો વાંકાનેર (મોરબી અપડેટ): વાંકાનેર તાલુકાના અમરસર ગામની સીમમાં સિંધાવદર રોડ પર આવેલી રામજીભાઈ કેશુભાઈ મકવાણાની વાડીના શેઢે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. વાંકાનેર સિટી પોલીસ ટીમે બાતમીના આધારે આ દરોડો પાડી દેવાભાઈ કાનાભાઈ ગરીયા (ઉંમર 47), સાગરભાઈ કાળુભાઈ બાબરીયા (ઉંમર 26), જીતેશભાઈ મગનભાઈ રાઠોડ (ઉંમર 30), ગૌતમભાઈ કેશવલાલ મકવાણા (ઉંમર 36), રામજીભાઈ કેશુભાઈ મકવાણા (ઉંમર 42), રતાભાઈ કાનાભાઈ ગમારા (ઉંમર 32) અને અશોકભાઈ મોતીભાઈ કાટોડીયા (ઉંમર 36) નામના 7 આરોપીઓને તીન પત્તીનો જુગાર રમતા રંગેહાથ પકડી પાડ્યા છે.પોલીસે આરોપીઓ પાસેથી કુલ 52700 રૂપિયાની રોકડ રકમ તથા જુગારના 52 પાના જપ્ત કર્યા છે. તમામ 7 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેર સિટી પોલીસના હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ ભવાનસિંહ પરમાર ચલાવી રહ્યા છે.#MorbiUpdate #Wankaner #CrimeNews #GamblingRaid #Amarsar #MorbiPolice