એ ડિવિઝન પોલીસની કાર્યવાહી : રૂ.1.21 લાખથી વધુની રોકડ કબ્જે મોરબી અપડેટ : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રવાપર-ઘુનડા રોડ પર આવેલા રહેણાંક ફ્લેટમાં ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડી રોકડ રકમ રૂ. 1,21,600 ના મુદ્દામાલ સાથે 7 જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, એ ડિવિઝન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. ગઢવીને ખાનગી બાતમી મળી હતી કે, જગદીશભાઈ વાલજીભાઈ દેવાયતકા પોતાના કબજા ભોગવટાવાળા રવાપર-ઘુનડા રોડ પર આવેલા રવાપર રેસિડેન્સી ગાર્ડન પેલેસના બ્લોક નં. 503 વાળા ભાડાના ફ્લેટમાં બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી જુગાર રમી-રમાડે છે. પોલીસે રેઇડ કરી ગંજીપત્તાના પાના પૈસા વડે હારજીતનો જુગાર રમતા 7 આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલા આરોપીઓ: • જગદીશભાઈ વાલજીભાઈ દેવાયતકા (રહે. બ્લોક નં. 503, રવાપર રેસિડેન્સી ગાર્ડન પેલેસ, રવાપર-ઘુનડા રોડ, મોરબી) • વૈભવભાઈ નરભેરામભાઈ કકાસણીયા (રહે. શ્રીમદ રાજનગર, પંચાસર રોડ, મોરબી) • અમરશીભાઈ પરસોતમભાઈ બારૈયા (રહે. બ્લોક નં. 401, સંકલ્પ એપાર્ટમેન્ટ, ઉમિયાનગર શેરી નં. 3, રવાપર-ઘુનડા રોડ, મોરબી) • જયદીપભાઈ કેશવજીભાઈ અમૃતિયા (રહે. 607, સાહેબ પેલેસ, રવાપર રોડ-ઘુનડા રોડ 80 ફૂટ રોડ, મોરબી) • કાંતીલાલભાઈ રેવાભાઈ ગામી (રહે. બીલીયા, તા.જિ. મોરબી) • જયેશભાઈ પરસોતમભાઈ દલસાણીયા (રહે. 202, ઓપેરા એપાર્ટમેન્ટ, ક્રિષ્ના સ્કૂલવાળી શેરી, રવાપર રોડ, મોરબી) • અમિતભાઈ કાંતિલાલ દેત્રોજા (રહે. 502, સાહેબ એપાર્ટમેન્ટ, 60 ફૂટ રોડ, એસ.પી. રોડ, મોરબી)કામગીરી કરનાર ટીમ:આ સફળ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયા, પીએસઆઈ એન.એ. ગઢવી તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.#MorbiUpdate #Morbi #MorbiPolice #ADivisionPolice #RavaparRoad #GamblingRaid #CrimeNews #MorbiNews #GujaratPolice