મોરબી : મોરબી જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોનાના નવા સાત કેસ નોંધાયા છે જેમાં છ કેસ ગ્રામ્ય વિસ્તારમાં અને એક કેસ શહેરી વિસ્તારમાં નોંધાયો હતો જેની સામે આજે આઠ દર્દીઓ સાજા નરવા થયા હતા. મોરબી જિલ્લામાં આજે રવિવારે કુલ 428 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 7 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં સૌથી વધુ મોરબી ગ્રામ્યમાં 4, મોરબી શહેરમાં 1 વાંકાનેર ગ્રામ્યમાં 0 અને ટંકારા ગ્રામ્યમાં 2 અને માળીયા ગ્રામ્યમાં 0 કેસ નોંધાયો છે. બીજી તરફ આજે મોરબીના 8 વાંકાનેરના 0, હળવદના 0 અને ટંકારાના 0 મળી કુલ 8 દર્દી રિકવર થયા છે. આજના નવા 7 કેસ સાથે મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 101 થવા પામી છે.