લુપ્ટેન સિરામિકમાં રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ મજૂરોના રૂમમાં પ્રવેશી મોબાઈલની ચોરી કરીમોરબી અપડેટ : મોરબી તાલુકાના રંગપર જીવાપર ગામ તરફ જતા રોડ પર આવેલી લુપ્ટેન સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. ગત તારીખ 27/08/2026 ના રોજ રાત્રીના 12 વાગ્યાથી તારીખ 28/08/2026 ના રાત્રીના 1 વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સોએ મજૂરોના રૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને કુલ 7 મોબાઈલ ફોનની ચોરી કરી છે. આ મામલે જેતપર રહેતા લેબર કોન્ટ્રાક્ટર વિપુલ પ્રાગજી અમૃતિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદ મુજબ, રાત્રીના 1 વાગ્યાની આસપાસ કારખાનાના કિલનમાં પ્રોબ્લેમ આવતા ઇન્ચાર્જ રાજુ યાદવ લેબર ક્વાર્ટરમાં સાહિલ યાદવ નામના મજૂરને બોલાવવા ગયા હતા, ત્યારે સાહિલનો મોબાઈલ ન મળતા ચોરીની ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ કોલોનીના અન્ય મજૂરોને પૂછપરછ કરતા રૂમ નંબર 120, 123, 304 અને 306 માંથી અલગ-અલગ મજૂરોના મોબાઈલ ગાયબ હોવાનું જણાયું હતું. અજાણ્યા ચોર ઇસમો રૂમ નંબર 120 માંથી સાહિલ લાલાભાઈ યાદવનો 4000 રૂપિયાનો મોબાઈલ, મનિષકુમાર હીરાલાલ ઠાકુરનો 5000 રૂપિયાનો મોબાઈલ, અને સુનીલકુમાર મહેશકુમાર યાદવનો રૂપિયાનો રીયલમી મોબાઈલ ચોરી ગયા હતા.આ ઉપરાંત, રૂમ નંબર 123 માંથી દેવરાજ માલસિંગભાઈ દાવરનો 5000 રૂપિયાનો મોબાઈલ ચોરાયો હતો. રૂમ નંબર 304 માંથી ભગીરથ કનૈયાલાલ કેવટનો 5000 રૂપિયાનો મોબાઈલ ગાયબ થયો હતો. જ્યારે રૂમ નંબર 306 માં રહેતા વીરસિંગ તુરમભાઈ આદિવાસીના 2500-2500 રૂપિયાના બે મોબાઈલ સામેલ છે. પોલીસે કુલ 29000 રૂપિયાની કિંમતના 7 મોબાઈલ ફોનની ચોરી અંગે ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratNews #CrimeNews #Theft #MobileTheft #MorbiPolice #LuptenCeramic