મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ના મિલકતવેરા માટે જે મિલકત ધારકોએ હજુ સુધી ચાલુ નાણાકીય વર્ષનો પ્રોપર્ટી ટેક્સ જમા કરાવ્યો નથી, તેઓને આગામી ૭ દિવસમાં પોતાનો બાકી વેરો ભરી દેવા અપીલ કરવામાં આવી છે. જો આ સમયગાળામાં વેરો ભરવામાં નહીં આવે તો, ત્યારબાદ ૧૮% વ્યાજ પેનલ્ટી તરીકે વસૂલવામાં આવશે.વેરો ભરવાના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ મિલકતધારકો મહાનગરપાલિકાના નક્કી કરેલા કેશ કાઉન્ટર પર રૂબરૂ જઈને અથવા ઓનલાઈન પોર્ટલ, એન્ડ્રોઇડ એપ્લીકેશન અને IOS એપ્લીકેશનના માધ્યમથી પણ પોતાનો ટેક્સ ભરી શકશે.હાઉસ ટેકસ શાખાના અધ્યક્ષ દ્વારા છેલ્લી ઘડીએ થતી ભીડથી બચવા અને વ્યાજની પેનલ્ટી ટાળવા માટે આજે જ વેરો ભરી દેવા વિનંતી કરવામાં આવી છે. આ યાદી હાઉસ ટેક્સ વિભાગના ક્લાર્ક દરસુખભાઈ પટેલ દ્વારા સહી કરીને મંજૂર કરવામાં આવેલ છે.#Morbi #MorbiMunicipalCorporation #PropertyTax #MorbiUpdate #TaxDeadline #SmartCityMorbi