રૂ. ૩૫ હજારની રોકડ કબ્જે, એક શખ્સ નાસી છૂટ્યો વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે હોલમઢ અને સરતાનપર ગામે ચાલતા જુગાર ઉપર દરોડા પાડી ૭ શખ્સોને રૂ.૩૫ હજારની રોકડ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એક શખ્સ નાસી છુંટતા તેની શોધખોળ ચલાવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા અશોકભાઇ નરશીભાઇ સારદીયા, હરેશભાઇ રાજુભાઇ મકવાણા અને દીનેશભાઇ ભગવાનજીભાઇ ગાંગાણીને રોકડ રૂ. ૨૨,૭૦૦ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે બીજલભાઇ ભીખાભાઇ નાસી ગયા હતા. આ ઉપરાંત વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર ગામે શેરીમાં જાહેરમાં રમાતા જુગાર ઉપર ત્રાટકીને અરવીંદભાઇ ઉર્ફે મનીયો કાળ જેસીંગભાઇ ઉડેચા, સવજીભાઇ મેપાભાઇ ફીસડીયા, મનજીભાઇ છગનભાઇ સાવાડીયા અને જીલાભાઇ ગોકળભાઇ વીઝવાડીયાને રૂ. ૧૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. આ કામગીરીમાં પીએસઆઇ બી.પી.સોનારા, સર્વેલન્સ ટીમના પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા, પો.કોન્સ. હરીયદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, સ્વીભાઇ કલોત્રા, વિજયભાઇ ડાંગર તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.