હળવદ : હળવદના ગોલાસણ ગામે ચાલતા જુગરધામ ઉપર પોલીસે દરોડો પાડી 7 શખ્સોને રૂ. 25 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસે ગોલાસણ ગામની સીમમાં ચાલતા જુગાર ઉપર દરોડો પાડી વિક્રમભાઇ ઇશ્વરભાઇ વિરાણી, કાંતીભાઇ ભીખાભાઇ દેકાવાડીયા, રસીકભાઇ લધુભાઇ આંકડીયા, વિનોદભાઇ હમીરભાઇ કોપેણીયા, ધનજીભાઇ ગેલાભાઇ ઉડેચા, પ્રવિણભાઇ નરશીભાઇ આદ્રોજા અને મુકેશભાઇ બચુભાઇ દેસાઇને રૂ. 25200ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઈ એમ.વી.પટેલ, પો.હેડ.કોન્સ. કિશોરભાઇ સોલગામા, પો.કોન્સ. તેજપાલસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ,પો.કોન્સ.બિપીનભાઇ પરમાર તથા પો.કોન્સ કમલેશભાઇ પરમાર રોકાયેલ હતા.