સેક્રેટરી પદ માટે 5, જોઈન્ટ સેક્રેટરી પદ માટે 6, કારોબારી સભ્ય પદ માટે 6 અને મહિલા પ્રતિનિધિ માટે 2 ઉમેદવારો નોંધાયા : હવે 11મીએ ચિત્ર સ્પષ્ટ થશેમોરબી : મોરબી બાર એસોસિએશનમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં પ્રમુખ પદ માટે 7, ઉપપ્રમુખ પદ માટે 9, સેક્રેટરી પદ માટે 5, જોઈન્ટ સેક્રેટરી પદ માટે 6, કારોબારી સભ્ય પદ માટે 6 અને મહિલા પ્રતિનિધિ માટે 2 ઉમેદવારો નોંધાયા છે. પ્રમુખ પદ માટે 7 ઉમેદવારો છે. જેમાં ચેતન પી. સોરીયા, જાડેજા જીતેન્દ્રસિંહ રણુભા, પરમાર દેવજીભાઈ બીજલભાઈ, પ્રાણલાલ ધનજીભાઈ માનસેતા, ભાવેશ જગદીશચંદ્ર ભટ્ટ, મનીષભાઈ પ્રવિનચંદ્ર ઓઝા, રહીશ કાશમભાઈ માધવાણીનો સમાવેશ થાય છે. ઉપપ્રમુખ પદ માટે 9 ઉમેદવારો છે. જેમાં કંઝારિયા ચિરાગ વિનોદભાઈ, જીતેન દિલીપભાઈ અગેચણીયા, તેજશકુમાર ભરતભાઇ દોશી, જોષી મનીષ બળવંતરાય, પરમાર દેવજીભાઈ બીજલભાઈ, પ્રાણલાલ ધનજીભાઈ માનસેતા, ભાવેશ જગદીશચંદ્ર ભટ્ટ, બુખારી રજાકમિયા, અબ્બાસમિયા, રહીશ કાશમભાઈ માધવાણીનો સમાવેશ થાય છે.સેક્રેટરી પદ માટે 5 ઉમેદવારો છે. જેમાં જીતેન દિલીપભાઈ અગેચણીયા, ખુમાણ અશોકભાઈ જીવાભાઈ, પ્રાણલાલ ધનજીભાઈ માનસેતા, ભાવેશ જગદીશચંદ્ર, રહીશ કાશમભાઈ માધવાણીનો સમાવેશ થાય છે. જોઈન્ટ સેક્રેટરી પદ માટે 6 ઉમેદવારો છે. જેમાં કંઝારિયા ચિરાગ વિનોદભાઈ, જીતેન્દ્ર ડાહ્યાલાલ સોલંકી, પરમાર દેવજીભાઈ બીજલભાઈ, ધવલકુમાર ડી.શેરસિયા, ભાવેશ જગદીશચંદ્ર ભટ્ટ, રહીશ કાશમભાઈ માધવાણીનો સમાવેશ થાય છે. કારોબારી સભ્ય પદ માટે 6 ઉમેદવારો છે. જેમાં પરમાર કરમશીભાઈ ધનજીભાઈ, કાટીયા પ્રદીપભાઈ કાંતિલાલ, સંધાણી મોનિકા નિર્મલભાઈ, ઝીંઝુવાડીયા કુલદીપ મહાદેવભાઈ, ગોલતર રાહુલ નવઘણભાઈ, રહીશ કાશમભાઈ માધવાણીનો સમાવેશ થાય છે. મહિલા પ્રતિનિધિ પદ માટે 2 ઉમેદવારો છે. જેમાં મૂછડીયા કમલાબેન ધનજીભાઈ અને આદ્રોજા કીર્તિ બાબુલાલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આગામી 20 ડિસેમ્બરના રોજ મોરબી બાર એસોસિએશનની ચૂંટણી યોજવાની છે. જેના માટે 2 ડિસેમ્બર થી 6 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી હતી. તા.9 તારીખ સુધીમાં ફોર્મ ચકાસણી થશે. 10 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકાશે અને 11 ડિસેમ્બરના રોજ ઉમેદવારની આખરી યાદી જાહેર થશે.