સીટી બી ડિવિઝન પોલીસે બે આરોપી ઝડપી લીધામોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શોભેશ્વર રોડ ઉપર બે અલગ અલગ દરોડામાં બે આરોપીઓને વિદેશી દારૂની 7 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં પોલીસે શોભેશ્વર રોડ ઉપર કુબેર ટોકીઝ પાસેથી આરોપી જગદીશ ઉર્ફે જીગો રમેશભાઈ પાટડીયા રહે.કુબેર ટોકીઝ પાછળ વાળાને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 3372 સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં શોભેશ્વર રોડ ઉપર ઇરોઝ કારખાના પાસેથી આરોપી કલ્પેશ પ્રવીણભાઈ વરાણીયા રહે.ત્રાજપર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 695 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.