કુલ 134 દેશી દારૂની કોથળીઓ અને 125 લીટર લુઝ દેશી દારૂ ઝડપાયો મોરબી: મોરબી જિલ્લામાંથી દેશી દારૂની બદી નાબૂદ કરવાની કાર્યવાહી દરમ્યાન શુક્રવારે વિવિધ વિસ્તારોમાં રેડ કરી પોલીસે 134 નંગ દેશી દારૂની કોથળીઓ અને 125 લીટર લુઝ દેશી દારૂ ઝડપી પાડી 3 મહિલા સહિત કુલ 7 આરોપીઓ સામે પ્રોહીબિશન એક્ટની કલમ હેઠલ ગુન્હો રજિસ્ટર કર્યો છે. મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં કાલિકા નગર ગામની સીમમાં, તુલસી સીરામીક પાસેથી 40 નંગ દેશી દારૂની કોથળીઓ સાથે 25 વર્ષીય યુવકને, મોરબી બી.ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં વિશીપરા, બીલાલી મસ્જીદ પાસેથી 24 કોથળી દેશી દારૂ સાથે 42 વર્ષીય બુટલેગર, ઘુંટુ રોડ પર ત્રાજપર ખારી જવાના રોડ પરના નાકા પાસેથી 20 નંગ દેશી દારૂની કોથળીઓ સાથે એક મહિલાને, મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં પીપળી ગામ પાસેથી 25 નંગ દેશી દારૂની કોથળીઓ સાથે એક યુવકને, રંગપર ગામની સીમમાં, સિયારામ સીરામીકની સામે બાવળની ઝાડી પાસેથી દેશી દારૂની 25 કોથળીઓ સાથે એક મહિલાને ઝડપી કેસ કર્યા હતા. જ્યારે વાંકાનેર સીટી પો.સ્ટે. વિસ્તારમાં નવાપરા જીઆઇડીસી મચ્છુ નદીના કાંઠે, શીતળા માતાના મંદિર પાસેથી 120 લીટર દેશી દારૂ બનાવવાનો આથા સાથે એક મહિલા બુટલેગર સામે અને માળીયા મી. પો. સ્ટે. વિસ્તારમાં અણીયારી ટોલ પ્લાઝાથી આગળ, ધૈર્ય હોટલની સામેથી 5 લીટર દેશી દારૂ સાથે 45 વર્ષીય બુટલેગરને ઝડપી તમામ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.