જિલ્લામાં કોવિડના જાહેરનામાનો ભંગ કરતા કુલ 23 સામે કાર્યવાહી કરી મોરબી : મોરબીમાં હજુ રાત્રી કફર્યુ અમલમાં હોવા છતાં હજુ કેટલાક લોકો હમ નહિ સુધરેગે ની જેમ જ બેફિકર બનીને છૂટથી હરતા ફરતા હોવાથી પોલીસે આવા લોકોને પકડીને સમજદારીનું ભાન કરાવ્યું હતું. જેમાં પોલીસે ગતરાત્રે મોરબીમાં કફર્યુમાં લટાર મારવા નીકળેલા સાતને ઝડપી લઇ જિલ્લામાં કોવિડ જાહેરનામાનો ભંગ કરતા કુલ 23 સામે કાર્યવાહી કરી હતી. મોરબી શહેરમાં ગતરાત્રે કફર્યુ દરમિયાન ખોટા આંટાફેરા કરવા નીકળેલા રીક્ષા ચાલક સહિત સાત લોકો, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 3, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 4 રીક્ષા ચાલકો, આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા એક દુકાનદાર, એક રીક્ષા ચાલક, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષાચાલક, એક ઇકો કારચાલક, એક બાઈકચાલક, માસ્ક વિના જાહેરમાં નીકળેલા 1, માળીયામાં વેપાર સ્થળે માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 વેપારીઓ, ટંકારામાં આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા 2 રીક્ષા ચાલકો, હળવદમાં વેપાર સ્થળે માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા પાણીપુરીની દુકાનના માલિક અને એક રીક્ષાચાલક સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.