આજે 3565 પશુઓનું રસીકરણ કરાયું મોરબી : મોરબી જિલ્લામાં પશુઓ માટે ખતરનાક સાબિત થયેલા લમ્પી વાયરસના કારણે આજે 7 પશુઓના મોત નિપજ્યા છે. તેમજ લમ્પી વાયરસના આજે એક દિવસમાં 81 કેસ નોંધાતા પશુપાલકોમાં ફફડાટ મચી ગયો છે. મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લમ્પી વાયરસના કહેરથી પશુઓને બચાવવા જિલ્લા વહીવટી તંત્ર, પશુ પાલન વિભાગ, સંસ્થાઓ અને સેવાભાવીઓ મેદાને આવીને પશુઓને આ રોગથી બચાવવા વધુને વધુ રસીકરણ કરી રહ્યા છે. ઉપરાંત શહેરમાં રખડતા ભટકતા નધણીયાત પશુઓનું પણ તેજ ગતિએ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આમ છતાં આ રોગ અટકાવવાનું નામ લેતો નથી એના બદલે વધતો જાય છે. મોરબી જિલ્લા પશુપાલન વિભાગના જણાવ્યા મુજબ આજે 7 પશુઓના મોત સાથે કુલ મોતનો આંકડો 23 પહોંચ્યો છે. તેમજ આજે 81 કેસની સાથે કુલ કેસનો આંકડો 785 એ પહોંચ્યો છે અને આજનું 3565 રસીકરણ સાથે અત્યાર સુધીમાં કુલ 43,375 પશુઓનું રસીકરણ થયું છે.