મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 24 એપ્રિલ ને ગુરુવારના રોજ ઘઉં, કપાસ, મગફળી, જીરું, સુવાદાણા, તુવેર, ચણા, એરંડા, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 1374 ક્વિન્ટલ એટલે કે 6870 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 564 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 334 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4450 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના ઉંચા ભાવ 1460 બોલાયા છે. જીણી મગફળીના પ્રતિમણ 1000, સુવાદાણાના 1600, તુવેરના 1331, ચણાના 1072, એરંડાના 1175, રાયના 1227 અને રાયડાના 1030 સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 3000 રૂપિયા, દુધીના 260 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.