મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 27 જાન્યુઆરી ને મંગળવારના રોજ 1260 ક્વિન્ટલ એટલે કે 6600 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1650 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 110 ક્વિન્ટલ મગફળીની આવક થઈ છે. જેના સૌથી ઉંચા ભાવ 1350 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 559, જીરુંના 4470, તુવેરના 1550, અડદના 1150, ચણાના 1039, તલના 1570, બાજરો 550, સોયાબીન 1008 અને સીંગદાણાના 1568 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આ ઉપરાંત શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 600, કારેલાના 800, ગુવારના 1900, ભીંડાના 900, ટમેટાના 660, કોબીજના 200, કાકડીના 700, લીંબુના 320, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 320 સુધીના બોલાયા હતા.