વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેણાંક મકાનમાંથી રૂ.65 હજાર રોકડા ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના પંચાસિયા ગામે રહેતા અને કડિયા કામ કરતા દિલીપભાઇ પ્રેમજીભાઇ ચૌહાણના રહેણાંકમાં માળીયા ઉપર રાખેલા રૂ.65 હજાર રોકડા કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ જતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..