મોરબી: HDFC બેંક, એસ.પી. રોડ, મોરબી દ્વારા સંસ્કાર બ્લડ બેન્ક મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 65 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. કેમ્પને સફળ બનાવવા માટે પ્રકાશ રામાણી, નૈમિષ ભટ્ટ, નીરવ પીઠડીયા અને HDFC સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, તમામ રક્તદાતાઓ અને HDFC બેંક પરિવારને આ સેવાકીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.