મોરબી : શીખવા માટે ની કોઈ ઉમર નથી હોતી, જીવનની સમી સાંજે પોસ્ટ ઓફિસ માંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી પણ સતત પ્રવૃત્તિ શીલ રહીને મહેશ્વરીબેન અંતાણીએ અભ્યાસમાં ઉંમરનો બાદ નડતો નથી તે ઉક્તિ સાર્થક કરી બતાવી છે.પ્રતિષ્ઠિત શાસ્ત્રીય નૃત્ય તાલીમ સંસ્થા નટવરી નૃત્યમાલા ક્લાસિક ડાન્સ ક્લાસીસ- રાજકોટના કથક નૃત્ય કલાગુરૂ વંદનીય હર્ષાબેન ઠક્કરના માર્ગદર્શન હેઠળ અને આ સંસ્થાના હોનહાર શિક્ષકો જેવાકે ડોલીબેન ઠક્કર, ખ્યાતિદીદી, ધ્યાનીદીદી , અનુશ્રીદીદી, રિધ્ધિદીદીના સાનિધ્યમાં સાત વર્ષની સઘન તાલીમ લઇ ૬૪ વર્ષની ઉંમરે મહેશ્વરીબેન અંતાણીએ કથક નૃત્ય 'લખનઉ' ઘરાનામાં ૬૬.૭૫ % સાથે પ્રથમ વર્ગમાં વિશારદની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે.આ અગાઉ તેમણે કથકના 'જયપુર' ઘરાનામાં પણ વિશારદની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. આમ તેમણે કથક નૃત્યના 'લખનઉ 'તથા 'જયપુર' બન્ને ઘરાનામાં વિશારદ થઈ બેવડી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. હાલમાં તેઓ ભરતનાટ્યમ માં પણ વિશારદના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે.