શાળાનું 98.12 ટકા જેવું ઝળહળતું પરિણામ : વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનતે શ્રેષ્ઠ પરિણામ સર્જ્યું મોરબી : મોરબીની નિર્મલ વિદ્યાલયનું ધો. 10નું 98.12 ટકા જેવું ઝળહળતું પરિણામ આવ્યું છે. આ બદલ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાના આચાર્ય ઉપર ઠેર ઠેરથી શુભકામનાઓ વર્ષી રહી છે.મોરબીના કેનાલ રોડ ઉપર સુભાસનગર સામે આવેલ શિવપાર્ક સોસાયટીમાં નિર્મલ વિદ્યાલય કાર્યરત છે. જે બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની સાથે દર વર્ષે શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે જાણીતી છે. આ શાળાના 319 વિદ્યાર્થીઓએ ધો.10ની પરીક્ષા આપી હતી. જેમાંથી 313 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.એટલે કે શાળાનું 98.12 ટકા પરિણામ આવ્યું છે. શાળાના 62 વિદ્યાર્થીને A1 ગ્રેડ, 117 વિદ્યાર્થીને A2 ગ્રેડ, 69 વિદ્યાર્થીને B1 ગ્રેડ, 39 વિદ્યાર્થીને B2 ગ્રેડ, 20 વિદ્યાર્થીને C1 ગ્રેડ, 5 વિદ્યાર્થીને C2 ગ્રેડ, 1 વિદ્યાર્થીને D ગ્રેડ મળ્યો છે. વિદ્યાર્થીઓને આ સિદ્ધિ બદલ શાળા પરિવારે તેમને અભિનંદન સાથે શ્રેષ્ઠ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી છે. તેમ યાદીમાં જણાવાયું છે.