મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 22 એપ્રિલ ને મંગળવારના રોજ ઘઉં, કપાસ, તુવેર, મગફળી, જીરું, બાજરો, સફેદચણા, ધાણા, મેથી, ચણા, એરંડા અને રાય તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 1227 ક્વિન્ટલ એટલે કે 6135 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 570 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 298 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4608 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના ઉંચા ભાવ 1500 બોલાયા છે. તુવેરના 1266, જીણી મગફળીના પ્રતિમણ 1080, બાજરાના 494, સફેદચણાના 1254, ધાણાના 1201, મેથીના 856, ચણાના 1078, એરંડાના 1174 અને રાયના 1182 સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 240 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 3000 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.