વાંકાનેર : વાંકાનેર શહેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જિનપરા વિસ્તારમાં બાતમીને આધારે આરોપી અમિત ઉર્ફે ઘટલો અરવિંદભાઈ સોલંકીના રહેણાંકમાં દરોડો પાડતા વિદેશી દારૂની 750 મીલીની એક મોટી બોટલ તેમજ 180 મીલીની 60 નંગ ચપલા કિંમત રૂપિયા 11,500 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા આરોપીને ફરાર જાહેર કરાયો હતો.