મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 19 જાન્યુઆરી ને સોમવારના રોજ 1211 ક્વિન્ટલ એટલે કે 6055 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1662 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 377 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1326 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 559, તલના 1670, જીરુંના 4300, અડદના 1340, ચણાના 1056, એરંડાના 1240, કાળા તલના 4080, સીંગદાણાના 1620 અને સોયાબીનના 981 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 700, કારેલાના 700, ગુવારના 1900, ભીંડાના 900, ટમેટાના 700, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 500, દુધીના 500 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.