માનસિક બીમારીની દવા ચાલુ હોવાની પોલીસ મથકમાં જાણ કરાઈમોરબી: મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા અચાનક ઘરેથી કહ્યા વગર ક્યાંક જતા રહ્યા હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.વીસીપરા, શક્તિ મેડિકલ વાળી શેરી, મોરબી-2માં રહેતા શેખરભાઈ ભુપતભાઈ મોરવાડીયાએ મોરબી તાલુકા પોલીસમાં અરજી આપીને જણાવ્યું છે કે તેમના માતા સોનલબેન ભુપતભાઈ મોરવાડીયા (ઉંમર વર્ષ 60) માનસિક બીમારી ધરાવે છે અને તેમની દવા પણ ચાલુ છે. તેઓ અગાઉ પણ ક્યારેક કહ્યા વગર જતા રહેતા હતા અને પાછા આવી જતા હતા. જોકે, ગત તારીખ 14ના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ તેઓ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા છે.પરિવારજનોએ આજુબાજુના વિસ્તારમાં અને સગા-સંબંધીઓમાં ભારે શોધખોળ કરવા છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. ઘરેથી નીકળ્યા ત્યારે તેમણે લાલ અને લીલા રંગનો સાડલો તથા કાળા રંગનો બ્લાઉઝ પહેરેલ છે. વૃદ્ધાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી પરિવારે તેમને સત્વરે શોધી કાઢવા પોલીસને અપીલ કરી છે.જો કોઈને આ વૃદ્ધા અંગે માહિતી મળે તો મોબાઈલ નંબર 9925977743 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MissingPerson #MorbiNews #Veesipara