ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લામાં ખનીજ ચોરો દ્વારા બેફામપણે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગે ગઈકાલે સરપ્રાઈઝ ચેકીંગ કરી મોરબી અને ટંકારા તાલુકામાંથી છ વાહનોને ખનીજ ચોરી સબબ પકડી પાડી પોલીસ હવાલે કર્યા હતા.મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા અલગ અલગ ટીમો ગતરાત્રી દરમિયાન મોરબી જીલ્લામાં આકસ્મીક રોડ ચેકિંગ કરવામાં આવતા ડમ્પર નંબર GJ-36-V-4872ના માલિક કિશનભાઈ પટેલ વિરુદ્ધ સાદીરેતીની ખનીજ ચોરી, ડમ્પર નંબર GJ-10-TY-9720 જયેન્દ્રસિંહ ઝાલાના વાહનને ચાઇનાકલેની ખનીજ ચોરી, GJ-36-V-8317 ગોપાલભાઈ આલના વાહનને લાલમાટી, GJ-10-TY-3912 વિરભદ્રસિંહ જાડેજાના વાહનને સાદીરેતી, GJ-10-TY-8622 પીન્ટુભાઈના વાહનને સાદી રેતી, ડમ્પર નંબર GJ-10-TY-9850 રેવતુભાઈ જાડેજાના વાહનને સાદીરેતીની ખનીજ ચોરી મામલે પકડી પાડી પોલીસ હવાલે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.[caption id='attachment_31360' align='alignnone' width='300'] ફાઈલ તસ્વીર[/caption]