મોરબી : ઉત્તર રેલવેના વારાણસી યાર્ડમાં યાર્ડ રિમોડેલિંગના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે. રદ કરાયેલી ટ્રેનો 1) 15, 22 અને 29 સપ્ટેમ્બર અને 6 અને 13 ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી દ્વારકા એક્સપ્રેસ રદ્દ. 2) 11મી, 18મી અને 25મી સપ્ટેમ્બર અને 2જી અને 9મી ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ રદ્દ. 3) 23 અને 30 સપ્ટેમ્બર અને 7 અને 14 ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ રદ્દ. 4) 20મી અને 27મી સપ્ટેમ્બર અને 4થી અને 11મી ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ રદ્દ. 5) 19મી અને 26મી સપ્ટેમ્બર અને 3જી અને 10મી ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 09525 ઓખા-નાહરલાગુન સ્પેશિયલ રદ્દ. 6) 23મી અને 30મી સપ્ટેમ્બર અને 7મી અને 14મી ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 09526 નાહરલાગુન-ઓખા સ્પેશિયલ રદ્દ.