ગંદકી કરતા 48 આસામીઓને રૂ.28 હજાર અને કચરો સળગાવતા 7 લોકોને રૂ.1150નો દંડ મોરબી : એક તરફ જાહેર યુરિનલની સંખ્યા ખૂબ ઓછી છે તેવામાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ખુલ્લામાં એકી કરતા વધુ 6 લોકોને દંડ ફટકારવાની કાર્યવાહી કરવામા આવી છે.મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરમાં તા. ૧૮/૦૩/૨૦૨૫ થી ૨૪/૦૩/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૧૮ આસામી પાસેથી રૂ. ૨૯૮૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ તથા ગંદકી કરતા ૪૮ આસામી પાસેથી રૂ. ૨૮૮૫૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ઓપન યુરીનેશન બદલ ૬ આસામીઓ પાસેથી રૂ. ૧૪૫૦/-તેમજ જાહેરમાં કચરો સળગાવતા ૭ આસામીઓ પાસેથી રૂ. ૧૧૫૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ છે.