ટંકારા : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની સહમતિથી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ જિલ્લા ભાજપની નવી ટીમ જાહેર કરી છે. આ યાદીમાં ટંકારા તાલુકાને વિશેષ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, જ્યાંથી ૬ પદાધિકારીઓને મહત્વની જવાબદારીઓ સોંપાઈ છે. આમાં સૌથી ચર્ચાસ્પદ નિમણૂક છે ટંકારા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ લવજીભાઈ લીખિયાની, જેમને જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.મહેશ લિખિયા યુવા પ્રતિનિધિત્વ પર મજબૂત પકડ ધરાવે છે. તેઓ પ્રજાના પ્રશ્નોની નાળ પારખીને હંમેશા વિકાસ કાર્યોમાં અગ્રેસર રહ્યા છે. તાલુકા સંકલન સમિતિના ગણમાન્ય સદસ્ય તરીકે પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. સંગઠન અને સેવા ક્ષેત્રે તેમનું અતુલ્ય યોગદાન જિલ્લા સંગઠને નોંધ્યું છે, જેને કારણે આ નિમણૂકને સ્થાનિક કાર્યકર્તાઓએ યુવા નેતૃત્વને મળેલું વિશેષ માન તરીકે જોવામાં આવી રહી છે.ટંકારા તાલુકાના પદાધિકારીઓની યાદી:ઉપપ્રમુખ: મહેશભાઈ લવજીભાઈ લીખિયા મંત્રી: કાનજીભાઈ ડુંગરભાઈ ભુંભરીયા મંત્રી: હર્ષિદાબેન વિરલભાઈ અગ્રાવત મીડિયા વિભાગ: ભાવેશભાઈ પરસોત્તમભાઈ કાનાણી મહિલા મોરચો પ્રમુખ: જયશ્રીબેન વિનોદભાઈ સીણોજીયા લઘુમતી મોરચો મહામંત્રી: મહંમદઅલી (ફિરોઝભાઈ) અબ્દુલભાઈ દઘોરીયા (ઘાંચી)આ નિમણૂકો સાથે ટંકારા તાલુકાના ભાજપ કાર્યકર્તાઓને જિલ્લા સ્તરે મજબૂત અવાજ મળ્યો છે. સ્થાનિક કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી ચૂંટણીઓમાં વધુ સક્રિય ભૂમિકા ભજવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.