એજન્ડા સાથે બજેટની નકલ આપવામાં આવી ન હોય અને બજેટના સુચનો પણ માંગવામાં આવ્યા ન હોવાની રાવવાંકાનેર : વાંકાનેર નગરપાલિકાની સાધારણ સભામાં 6 સભ્યોને એજન્ડા સાથે બજેટની નકલ આપવામાં આવી ન હોય, બજેટના સુચનો પણ માંગવામાં આવ્યા ન હોય જેથી આ સભા રદ કરવામાં આવે તેવી માંગ સાથે પ્રાદેશિક કમિશનર અને કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.વાંકાનેર નગરપાલિકાના વિપક્ષ નેતા મહંમદભાઈ રહેમાનભાઈ રાઠોડ તેમજ સદસ્ય જાગૃતિબેન ચેતનભાઈ ચૌહાણ, એકતાબેન હસમુખભાઈ ઝાલા, અશરફ અનવરભાઈ ચૌહાણ, કુલસુમબેન રજાકભાઈ તરીયા, જલ્પાબેન ભરતભાઈ સુરેલાએ રજુઆતમાં જણાવ્યું હતું કે તા.૦૮-૦૪-૨૦૨૫ મંગળવારના રોજ યોજાયેલ વાંકાનેર નગરપાલીકાની સાધારણ સભાની તમામ કાર્યવાહી ગુજરાત મ્યુનિસીપાલીકટીઝ એકટ કલમ-૨૫૮ હેઠળ મળેલી સત્તાની રૂએ રદ કરવામાં આવે, તેમજ દોષીતો વીરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવમાં આવે. તા.૨૪-૦૩-૨૦૨૫ ના રોજ એજન્ડા જાહેર કરી તા.૨૯-૦૩-૨૦૨૫ ના રોજ વાંકાનેર નગરપાલીકાની સાધારણ સભાનુ આયોજન કરવમાં આવ્યુ હતુ. જે બાબતે ચોખ્ખા ૭-સાત દીવસનુ નોટીશ પીરીયડ ન થતા અગાઉ લેખીત રજુરઆત કરી હતી. જેને પગલે વાંકાનેર નગરપાલીકાની તા.૨૯-૦૩-૨૦૨૫ ની સાધારણ સભા રદ કરવામાં આવી હતી.ત્યારબાદ તા.૦૧-૦૪-૨૦૨૫ ના રોજ નવો એજન્ડા જાહેર કરી તા.૦૮-૦૪-૨૦૨૫ ના રોજ વાંકાનેર નગરપાલીકાની નવી સાધારણ સભા જાહેર કરવમાં આવી. અહીં એજન્ડા જાહેર કર્યાની તારીખ અને સાધારણ સભા તારીખ વચ્ચે ચોખ્ખા સાત દીવસ થાય છે કે કેમ તે સ્પષ્ટતા કરવામાં આવે. આ સાધારણ સભામાં વર્ષ-૨૦૨૫-૨૦૨૬નુ બજેટ પસાર કરવાનુ હોય તે બજેટ બેઠક પણ છે. આ બજેટ બેઠક પહેલા એજન્ડા સાથે બજેટની નકલ આપવામાં આવેલ નથી. અમારી પાસે બજેટના સુચનો માંગવામાં આવેલ નથી.જે નીયમ વીરૂધ્ધ છે. તા.૦૮-૦૪-૨૦૨૫ ના રોજ વાંકાનેર નગરપાલીકાની સાધારણ સભાનુ વીડીયો રેકોર્ડીંગ કરવામાં આવેલ નથી.જે નીયમ વીરૂધ્ધ છે. તા.૦૮-૦૪-૨૦૨૫ ના રોજ વાંકાનેર નગરપાલીકાની સાધારણ સભા માં અમો હાજર હતા, આ સભા ફકત ૨-મીનીટમાં જ પુર્ણ જાહેર કરી દેવામાં આવી.ઉપપ્રમુખ દ્વારા એજન્ડાના ૧ થી ૧૯ મુદાઓનુ વાંચન કર્યા વગર ' એજન્ડાના ૧ થી ૧૯ મુદા મંજુર ' એવુ બોલીને મીંટીગ પુર્ણ જાહેર કરેલ. પ્રમુખ, ઉપ પ્રમુખ, ચીફ ઓફીસર અને મોટાભાગના સત્તા પક્ષના સભ્યો બહાર નીકળી ગયેલ. અમે બજેટના મુદદા નં. ૧ થી ૧૯ નુ વાંચન કરી તેની ચર્ચા કરવાની માંગણી કરેલ પરંતુ અમારી માંગણી સાંભળ્યા વગર તેઓ એ મીટીંગની કાર્યવાહી પુર્ણ જાહેર કરીને અમોને બહાર નીકળી જવા સુચના આપેલ.બજેટના અમુજ મુદાઓ અમોને ભ્રષ્ટાચારની શંકા ઉપજાવતા હોય અમો તેની ચર્ચા કરવા માગતા હતા. આ સાથે એકતાબેન હસમુખભાઈ ઝાલાએ કરેલા પ્રશ્નો અંગે કોઈ ચર્ચા કરવામાં ન આવી અને તેઓના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.