હેઠવાસના 10 ગામોને કરાયા એલર્ટ ટંકારા : ટંકારા તાલુકાના નસિતપર ગામ પાસે આવેલ ડેમી-2 ડેમના 6 દરવાજા આવતીકાલે તા.4એ સવારે 7:30 કલાકે ખોલવામાં આવનાર છે. સૌની યોજનાનું મંજુર થયેલ પાણીના જથ્થામાંથી ડેમી-2 સિંચાઈ યોજનામાં ઠાલવેલ પાણી અન્વયે ડેમી-2 ડેમની નિચવાસમાં આવેલ ચેકડેમો તેમજ ડેમી-3 સિંચાઈ ડેમ સૌની યોજના દ્વારા ભરવા માટે ડેમના દરવાજા તા.4ને રોજ સવારે 7:30 કલાકે ખોલવામાં આવનાર છે. હાલ ડેમની સપાટી 46.50 મીટર છે. જેમાં 406 એમસીએફટી પાણીનો જથ્થો છે. જળાશયમાં 145 કયુસેક પાણીની આવક છે. દરવાજા ખોલી 7968 કયુસેક પાણી છોડવામાં આવશે. જેના લીધે ટંકારાના નસિતપર, મોટા રામપર, નાના રામપર અને મોરબી તાલુકાના ચાચાપર, કોયલી, ખાનપર, ધૂળકોટ, આમરણ, બેલા, જોડીયાના માવનું ગામને એલર્ટ કરાયા છે.