તમામ 6 મેળાઓ ખાનગી ધોરણે યોજાશે, 2 મેળામાં ફ્રી એન્ટ્રી, મહાનગરપાલિકા દ્વારા સતત બીજા વર્ષે પણ મેળાનું આયોજન નહિમોરબી અપડેટ : મોરબીમાં સાતમ-આઠમના પવિત્ર તહેવાર નિમિત્તે લોકોમાં મેળાની ભારે મોજ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તંત્ર સમક્ષ કુલ 6 મેળા માટે અરજીઓ આવી હતી, જેમાંથી ગઈકાલ સુધીમાં 2 મેળાને મંજૂરી મળી ચૂકી હતી. આજે સાંજે પ્રાંત અધિકારી દ્વારા બાકીના 4 મેળાને પણ મંજૂરી આપી દેવામાં આવતા મોરબીમાં કુલ 6 મેળાઓ યોજાશે. મંજૂરી મળતાની સાથે જ આજથી આ તમામ મેળાઓ ધમધમતા થઈ જશે અને લોકો આગામી 4 દિવસ સુધી મેળાની મજા માણી શકશે.મોરબીમાં યોજાયેલા 6 મેળાના સ્થળો* બાયપાસ પાસે ક્રિષ્ના ઉત્સવ મેળો* સામાકાંઠે પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં મેળો* મહેન્દ્રનગર પાસે બુધવારીના ગ્રાઉન્ડમાં મેળો* મહેન્દ્રનગર ચોકડી પાસે મેળો* લીલાપર રોડ ઉપર મેળો* કુબેર ટોકીઝ પાસે મેળો2 મેળામાં ફ્રી એન્ટ્રીની સુવિધામોરબીમાં આયોજિત તમામ 6 મેળાઓ પ્રાઇવેટ (ખાનગી) છે. જોકે, આમાંથી બાયપાસ પાસે આવેલ ક્રિષ્ના ઉત્સવ મેળો અને સામાકાંઠે પરશુરામ પોટરી ગ્રાઉન્ડના મેળામાં આયોજકો દ્વારા ફ્રી ઓફ એન્ટ્રી આપવામાં આવી છે. આથી આ બંને સ્થળો પર સત્તાવાર લોકમેળા જેવો જ માહોલ જોવા મળશે.મહાનગરપાલિકા દ્વારા કોઈ આયોજન નહિમોરબી મહાનગરપાલિકા બન્યા પછી છેલ્લા 2 વર્ષથી લોકો આશા રાખતા હતા કે રાજકોટ અને જામનગરની જેમ મોરબીમાં પણ મહાનગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવશે. પરંતુ તંત્ર હજુ જાગ્યું નથી અને આ વર્ષે પણ કોઈ આયોજન કરાયું નથી. અગાઉ નગરપાલિકાના સમયમાં ધોડેશ્વર સ્મશાન પાસે મેળાનું આયોજન થતું હતું, પરંતુ જગ્યા ટૂંકી પડવાના કારણે છેલ્લા 5-6 વર્ષથી તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #JanmashtamiMela #SatamAtham #MorbiNews #KrishnaUtsav #MorbiCity #FestivalVibes