૧૩ ઓગસ્ટથી ૧૮ ઓગસ્ટ સુધી હરરાજીનું તમામ કામકાજ બંધ રહેશેમોરબી: શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, મોરબી દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવી છે. મોરબી વેપારી એસોસિએશનની માંગણીને ધ્યાનમાં રાખીને, તારીખ ૧૩/૦૮/૨૦૨૫ થી ૧૮/૦૮/૨૦૨૫ સુધી હરરાજીનું તમામ કામકાજ બંધ રહેશે.માર્કેટ યાર્ડનું કામકાજ તારીખ ૧૯/૦૮/૨૦૨૫, મંગળવારથી રાબેતા મુજબ ફરી શરૂ થશે. આ અંગે એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને નોંધ લેવા યાદીમાં જણાવાયુ છે.