લખધીરપુર પાસે કેનાલમાં પાણી ઓછું થયા બાદ તુરંત રીપેરીંગ કામ હાથ ધરાશે, ખેતરમાં નુક્સાનીનો સર્વે પણ થશે મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ આજે મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે જિલ્લાની સ્થિતિ અંગે જીલ્લા કલેકટરે માહિતી આપતા જાહેર કર્યું છે કે બંધ થયેલા 6 જેટલા રસ્તાઓ પૂનઃશરૂ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત લખધીરપુર ગામ પાસે કેનાલમાં જે ગાબડું પડ્યું છે તેમાં પાણી ઓછું થતા વેંત જ તુરંત રીપેરીંગ કામ કરવામાં આવશે. લખધીરપુર પાસે SSNL કેનાલમાં ગાબડું અને સમારકામની કામગીરીકલેકટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, લખધીરપુર પાસે આવેલી SSNL કેનાલમાં વરસાદી પાણી (સ્ટોર્મ વોટર) અને કેનાલના પાણીનો પ્રવાહ એકસાથે વધવાને કારણે ગાબડું પડ્યું છે. આ પાણી હાલ કાલીન્દ્રી નદીમાં વહી રહ્યું છે. ઉપરવાસથી આવતું પાણી ડાઈવર્ટ કરવામાં આવ્યું છે અને ડેમમાં વાળવાની સૂચના અપાઈ છે. પાણીનો પ્રવાહ વધારે હોવાથી પાણી ઓસરતા કદાચ આજ સાંજ સુધીનો સમય લાગી શકે છે. SSNL વિભાગની સિવિલ ટીમ, મામલતદાર અને SDM સહિતના અધિકારીઓ સજ્જ છે. પાણી બંધ થતાં જ તાત્કાલિક રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, આસપાસના ખેડૂતોને થયેલા નુકસાન અંગે સર્વેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને સરકારી પરિપત્ર મુજબ વળતરની કાર્યવાહી કરવામાં આવશે.રસ્તાઓની સ્થિતિ અને વાહનવ્યવહારજિલ્લા કલેકટરના જણાવ્યા અનુસાર જિલ્લામાં હાલ કોઈ મોટું નુકસાન સામે આવ્યું નથી પરંતુ R&B, પંચાયત અને સ્ટેટના અમુક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. નેશનલ હાઇવે પર આવી કોઈ સમસ્યા જોવા મળી નથી. ગઈકાલ રાતથી વરસાદ બંધ હોવાથી અને પાણી ઓસરી ગયા હોવાથી રસ્તાઓ પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ છે. બંધ થયેલા R&B સ્ટેટના કુલ 3 રસ્તાઓમાંથી 2 ચાલુ કરી દેવાયા છે અને 1 હજુ બંધ છે. પંચાયતના વિવિધ ગામોને જોડતા 5 થી 6 રસ્તાઓ બંધ હતા, જેમાંથી ગઈકાલ સાંજ સુધીમાં 2 અને આજ સવાર સુધીમાં વધુ 2 મળીને કુલ 4 રસ્તાઓ રીસ્ટોર કરી દેવામાં આવ્યા છે. જ્યાં રસ્તાઓનું વધુ ધોવાણ થયું છે ત્યાં રીપેરીંગ કર્યા બાદ જનતા માટે રસ્તાઓ સલામત રીતે ખુલ્લા મુકવામાં આવશે.GIDC માં પાણી ભરાવાની સમસ્યા અને નિકાલGIDC વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્ન અંગે કલેકટરે સ્પષ્ટતા કરી કે, નેશનલ હાઇવેની ગટર વ્યવસ્થા અને સ્ટોર્મ વોટર ડ્રેનેજના યોગ્ય નિકાલના અભાવે આ સમસ્યા સર્જાઈ છે. આ અંગે ગઈકાલે ગાંધીધામથી આવેલા નેશનલ હાઇવેના પ્રોજેક્ટ ડાયરેક્ટર સાથે બેઠક કરવામાં આવી હતી. ચોમાસા પહેલા સફાઈ થઈ હોવા છતાં, હાલની સ્થિતિને જોતા ગટરોની યોગ્ય સફાઈ કરવા અને તાત્કાલિક ધોરણે ભરાયેલા પાણીના નિકાલ માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવા નેશનલ હાઇવે ઓથોરિટીને કડક સૂચના આપવામાં આવી છે અને તેનું કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #SwapnilKhare #MorbiCollector #GujaratRain #CanalBreach #GIDC #Monsoon #NewsUpdate