મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર કૃષ્ણનગરમાં જુગાર રમતા છ જુગારીઓને સીટી એ ડિવિઝન પોલોસે રોકડા રૂપિયા 33,250 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે વાવડી રોડ ઉપર કૃષ્ણનગરમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા પ્રભુભાઇ ભગવાનજીભાઇ ચાવડા, રહે. મોરબી, રમેશભાઇ જીવરાજભાઇ પરમાર, ધ્રોલ, નિલેશભાઇ ધરમશીભાઇ છત્રોલા, રહે.જ્યોતીપાર્ક સોસાયટી ધ્રોલ, કિશોરભાઇ નાથાભાઇ પરમાર, રહે.ત્રીકોણબાગ, ધ્રોલ, રાકેશભાઇ રમેશભાઇ પરમાર, રહે.પડધરીનાકા પાસે વાડી વિસ્તાર ધ્રોલ તા.ધ્રોલ અને જીજ્ઞેશભાઇ મોહનભાઇ નાગપરા, રહે.અનીહોટલ પાસે જામનગર રાજકોટ હાઇવે, ધ્રોલ વાળાઓને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 33,250 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.