મોરબી : મોરબીના અમરેલી રોડ ઉપર ઇટના ભઠ્ઠા વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસ બાતમીને આધારે દરોડો પાડી આરોપી કીરીટભાઇ બાબુભાઇ અગેચાણીયા, રોહીત ઉર્ફે બલ્લુ બાબુભાઇ અગેચાણીયા, સંજયભાઇ ભુરાભાઇ દુદકીયા, સંજયભાઇ મનુભાઇ દેગામા, સાજીદ ઉર્ફે સાજલો સાવદીનભાઇ જેડા અને જયંતીભાઇ મેરૂભાઇ સાલાણીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 20,200 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.