મોરબી : મોરબી તાલુકા પોલીસે મોરબી - માળીયા નેશનલ હાઇવે પર ટીંબડી પાટિયા પાસે આવેલ પાટીદાર ટાઉનશીપમાં બાતમીને આધારે રોયલ ટાવરમાં ત્રીજા માળે આરોપી સતીષ ગણેશલાલ બગોરાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 4482 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.