મોરબી : મોરબી શહેરના ભડિયાદ વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે આરોપી મહેશભાઈ ધનજીભાઈ સાવરિયાના રહેણાંકમા દરોડો પાડતા વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 7800 મળી આવી હતી. જો કે, દરોડા સમયે આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.