મોરબી : મોરબીના લીલાપર ગામ પાસે ગીતાંજલી પાર્ટી પ્લોટથી આગળ ખરાબાની જગ્યામાં દેશી દારૂ બનાવવા માટે ત્યાં કાચો માલ ભરેલા 6 બેરલ પણ કોઈ અજાણ્યા શખ્સોએ મુક્યા હતા. સ્થાનિકોએ આનો ફોટો અને વીડિયો લઈ સ્થાનિક પોલીસ ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલમાં પણ ફરિયાદ કરી હતી. જેથી સ્થાનિક પોલીસે આવી આ કાચા માલનો નાશ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.