મોરબી : મોરબીના સામાકાંઠે ઉમીયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને બી ડિવિઝન પોલીસે પકડી લઈ રૂ.15 હજારની રોકડ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે ઉમીયાનગર હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં ચાલતા જુગાર ઉપર બી ડિવિઝન પોલીસે રેડ કરી વિનોદભાઇ મોહનભાઇ જાદવ ઉ.વ.૪૦ રહે, ઉમીયાનગર શક્તિ ચેમ્બરની પાછળ મોરબી-ર, જીવણભાઇ બાવજીભાઈ ચાવડા ઉ.વ.૪૨ રહે માળીયા વનાળીયા સમાપીરના મંદીરની બાજુમાં મોરબી-૨, અરૂણભાઇ છનાભાઇ પરમાર ઉ.વ. ૩૯ રહે ઉમીયાનગર શક્તિ ચેમ્બરની પાછળ મોરબી-ર, ભરતભાઈ ડાયાભાઈ ચાવડા ઉ.વ.૪૦ રહે માળીયા વનાળીયા રામાપીરના મંદીરની બાજુમાં મોરબી-ર, ખેંગારભાઇ વશરામભાઇ પરમાર ઉ.વ.૩૦ રહે. ઉમીયાનગર શક્તિ ચેમ્બરની પાછળ મોરબી-ર અને પ્રવિણભાઇ નાનજીભાઈ ચાવડા ઉ.વ.૪૦ રહે. માળીયા વનાળીયા રામાપીરના મંદીરની બાજુમાં મોરબી-રને રોકડા રૂ.૧૫,૦૫૦/- ના મુદામાલ સાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઇ વી.એન.પરમાર, પો.હેડ કોન્સ જગદિશભાઇ ડાંગર, વિજયભાઇ બાર, રાજેશભાઇ ડાંગર, સંજયભાઇ રાઠોડ, હિતેશભાઇ મકવાણા, પો.કોન્સ સિધ્ધરાજસિંહ ઝાલા, વિપુલભાઇ બાલસરા, ભાવેશભાઇ કાંટા, રાજપાલસિંહ જાડેજા, દેવાયતભાઇ રાઠોડ તથા પ્રિયંકાબેન પૈજા રોકાયેલ હતા.