રૂ. 91,700ની રોકડ અને 6 મોબાઈલ સહિત કુલ રૂ. 1,21,700નો મુદ્દામાલ જપ્તમોરબી: ટંકારા પોલીસે નસીતપર ગામની સીમમાંથી છ જુગારીઓને જુગાર રમતા રંગે હાથ પકડી 1,21,700 નો મુદાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ પેટ્રોલીંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે નસીતપર ગામની સીમમાં જાહેરમાં ઇસમો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે રેડ પાડી જુગાર રમતા 6 ઇસમોને ગંજીપત્તાના પાના, રોકડા રૂ. 91,700 તથા રૂ. 30,000ની કિંમતના 6 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1,21,700ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગાર ધારા કલમ-12 મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓની વિગત: 1. ભરતભાઇ છગનભાઇ કડીવાર (ઉં.વ. 54, ધંધો-ખેતી, રહે. નસીતપર ગામ, તા. ટંકારા) 2. કાંતિલાલ કરશનભાઇ આદ્રોજા (ઉં.વ. 55, ધંધો-ખેતી, રહે. હાલ મોરબી ઘુનડા રોડ, મૂળ નસીતપર) 3. બલવીરભાઇ ધીરજલાલ બરાસરા (ઉં.વ. 37, ધંધો-ખેતી, રહે. હાલ મોરબી ઘુનડા રોડ, મૂળ નસીતપર) 4. ભરતભાઇ પ્રભુભાઇ વીરસોડીયા (ઉં.વ. 52, ધંધો-ખેતી, રહે. નસીતપર ગામ, તા. ટંકારા) 5. હિતેશભાઇ ઓધવજીભાઇ હોથી (ઉં.વ. 40, ધંધો-ખેતી, રહે. હાલ મોરબી કન્યાછાત્રાલય રોડ, મૂળ ગામ પીઠળ, તા. જોડિયા) 6. દિનેશભાઇ કાંતિલાલ વીઠલાપરા (ઉં.વ. 58, ધંધો-ખેતી, રહે. હાલ મોરબી વાવડી રોડ, મૂળ ગામ સરવડ, તા. માળિયા મિ.)કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:આ સફળ કામગીરી ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલા, એએસઆઈ ભાવેશભાઈ વરમોરા, હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા, કૌશિકકુમાર પેઢડીયા અને કૃષ્ણરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.#MorbiNews #TankaraPolice #GamblingRaid #CrimeUpdate #MorbiUpdate #GujaratPolice #Tankara