પોલીસે રૂ.40 હજાર રોકડ સહિત રૂ.1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, એક આરોપી સગીર : આરોપીઓ સામે માળિયા પોલીસમાં અનેક ગુના નોંધાયેલામોરબી : મોરબીના હરિપર કેરાળા ગામ નજીક એક શ્રમિકને ધોકાથી માર મારી લૂંટી લેવાના બનાવમાં તાલુકા પોલીસે 5 શખ્સો અને એક સગીરને પકડી લઈ તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હરિપર કેરાળા નજીક વેલેન્જા નામની ફેકટરીમાં મજૂરી કામ કરતા અને ત્યાં જ રહેતા ફરિયાદી પ્રકાશ ઉર્ફે પકો રામુભાઈ મંદરિયા ઉ.45 નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.17ના રોજ સાંજના સમયે કારખાના નજીક ચા લેવા માટે જતો હતો ત્યારે બે બાઈકમા આવેલ છ શખ્સોએ તેમને રોકી બેઝ બોલના ધોકા વડે માર મારી 30 હજારની લૂંટ કરી નાસી ગયા હતા. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી આરોપી ફારૂકભાઇ ઉર્ફે ફારકો દીલાવરભાઈ જેડા ઉ.વ.૩૫ રહે-હાકમસાની દરગાહાની પાસે માળીયા, દિલાવરભાઇ ઉર્ફે દીલો જુમાભાઈ મોવર ઉ.વ.૩૫ રહે- બાપુની ડેલી માળીયા, સિકંદરભાઇ ઇકબાલભાઈ કટીયા ઉ.વ.૧૯ વર્ષ રહે- ગેબનસાપીરની દરગાહની પાસે માળીયા, જુમાભાઇ ઉર્ફે ડાડો સોકતભાઈ મેર ઉ.વ.૧૯ વર્ષ રહે બાપુની ડેલની બાજુમાં માળીયા અને સિંકદરભાઇ ઉર્ફે સીકો મુસ્તાકભાઈ કાજેડીયા ઉ.વ.૧૯ વર્ષ રહે-ઓસંસાપીરની દરગાહની બાજુમાં માળીયા અને એક સગીરને પકડી લીધા છે.આ શખ્સો પાસેથી પોલીસે 3 સ્પ્લેન્ડર બાઇક અને રોકડ રૂ.40 હજાર મળી કુલ રૂ.1.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. વધુમાં આરોપી ફારૂકભાઇ ઉર્ફે ફારકો દીલાવરભાઈ જેડા સામે માળિયા પોલીસમાં 6 ગુના, દિલાવરભાઇ ઉર્ફે દીલો જુમાભાઈ મોવર સામે માળિયા પોલીસમાં 2 ગુના, જુમાભાઇ ઉર્ફે ડાડો સોકતભાઈ મેર સામે માળિયા પોલીસમાં 8 ગુના તથા સિંકદરભાઇ ઉર્ફે સીકો મુસ્તાકભાઈ કાજેડીયા સામે 6 ગુના નોંધાયેલા છે. આ કામગીરીમાં પીઆઇ એસ.કે.ચારેલ, પીએસઆઈ એસ.એચ.ભટ્ટ, એચ.એસ.તિવારી, હેડ કોન્સ. એ.પી.જાડેજા, મહાવિરસિંહ પરમાર, દેવશીભાઇ મોરી, એએસઆઇ ભુપતસિંહ પરમાર, પોલીસ કોન્સ. કુલદિપભાઈ કાનગડ, અરવિદભાઇ મકવાણા, રમેશભાઇ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, કેતનભાઇ અજાણા, સિધ્ધરાજભાઈ લોખીલ, શક્તિસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, વિજયભાઈ ડાંગર, અર્જુનભાઈ પરમાર, યશવંતસિંહ ઝાલા, અજયભાઇ લાવડીયા, હસમુખભાઇ વોરા, રામદેવસિંહ જાડેજા, પંકજભાઇ સેવાર, તેજાભાઇ ગરચર સહિતના રોકાયેલ હતા.