વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વિડી જાંબુડિયા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી (1) સિંધાભાઈ ટીલાભાઈ સારલા રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર (2)મુકેશભાઈ નભાભાઈ સાવડીયા, રહે.વીડી જાંબુડીયા (3) રમેશભાઈ લાલાભાઈ દેકાવાડીયા રહે.માણેકવાડા તા.હળવદ (4)ભરતભાઈ રામસીંગભાઈ કાંજીયા, રહે.વીડી જાંબુડીયા (5)મહેશભાઈ પરબતભાઈ કાંજીયા રહે.વીડી જાંબુડીયા અને (6) લાલાભાઈ સવસીભાઈ દેકાવાડીયા, રહે.માણેકવાડા તા.હળવદ વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 17,800 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.