વાંકાનેર : વાંકાનેર શહેર તેમજ તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે અલગ અલગ દરોડામાં શક્તિપરા તેમજ વિનયગઢ ગામે જુગાર અંગે બે દરોડા પાડયા હતા જેમાં વાંકાનેર શહેરમાં બે આરોપીઓ ઝડપાઇ ગયા હતા અને 3 આરોપીઓ નાસી ગયા હતા.જયારે વિનયગઢ ગામે પાડવામાં આવેલ દરોડામાં 4 આરોપીઓ જાહેરમાં જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસ ટીમે શકિતપરા સ્કુલ પાછળ શેરીમા જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતા.દરોડા દરમિયાન આરોપી રાયસીંગભાઇ દિનેશભાઇ બાબરીયા રહે-શકિતપરા અને આમીન મહેબુબભાઇ જેડા રહે.મીલ પ્લોટ વાંકાનેર વાળાઓ ઝડપાઇ ગયા હતા જયારે આરોપી રસિદભાઇ ઉર્ફે રઘુ બાબુભાઇ ચાવડા રહે-શકિતપરા, સાહીલ હુશેનભાઇ પીપરવાડીયા રહે-ભાટીયા સોસાયટી અને આરોપી જાનમામદ ઉર્ફે ઉર્ફે જાનીયો આદમભાઇ સિંધી રહે-શકિતપરા નામના ત્રણ શખ્સો નાસી ગયા હતા.પોલીસે બનાવ સ્થળેથી રોકડા રૂ. ૧૦,૮૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે વિનયગઢ ગામની સીમમાં કારીધાર પાસે આવેલ કૈલાસ પટેલની વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જીતેશભાઇ જીવરાજભાઇ ધાડવી રહે.વિનયગઢ, ભુપતભાઇ માવજીભાઇ મકવાણા રહે.વિનયગઢ, રમેશભાઇ માવજીભાઇ ચૌહાણ રહે.સરોડી તા.થાન અને આરોપી મહેશભાઇ ધમાભાઇ સારલા રહે.રામપરા તા.થાન જી.સુરેન્દ્રનગર વાળાઓને રોકડા રૂપીયા ૨૫,૧૦૦ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.