મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 10 જાન્યુઆરી ને શનિવારના રોજ 1198 ક્વિન્ટલ એટલે કે 5990 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1621 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 522 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1320 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 542, જીરુંના 4090, ચણાના 1024, એરંડાના 1260, કાળા તલના 4275 અને સીંગદાણાના 1466 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 600, રીંગણાના 400, કારેલાના 800, ગુવારના 1600, ભીંડાના 800, ટમેટાના 800, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 500, દુધીના 300 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.