મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 9 જાન્યુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી સહિતના પાકોની આવક થવા પામી છે. આજે 1165 ક્વિન્ટલ એટલે કે 5825 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1501 સુધી બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 151 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 719, તલના 2252, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1104 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4344, જુવારના 915, મગના 1501, અડદના 1560, ચણાના 1200, ગુવાર બીના 900 અને કાળા તલના 4593 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 400 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 560 રૂપિયા, લીંબુના 700 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 420 રૂપિયા ભાવ બોલાયા છે.