મોરબી: મોરબી મહાપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા આગની દુર્ઘટનાઓને ટાળવા અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી 4 નવેમ્બરથી 10 નવેમ્બર 2025 દરમિયાન સઘન ફાયર પ્રિવેન્શન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ સમયગાળામાં 08 ઇન્ડસ્ટ્રીઝના 58 કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ફાયર સેફટીનાં સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા અંગે માહિતગાર કરવાનો છે. ફાયર સેફટીના કડક અમલ માટે સમાજવાડી, કોમ્પ્લેક્સ અને ઇન્ડસ્ટ્રીઝ જેવા બિલ્ડીંગોનું ફાયર સેફટી સર્ટિફિકેટ ચેકિંગ હાથ ધરાયું હતું. ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગોને નોટિસ આપી જરૂરી માર્ગદર્શિકાનું પાલન કરવાના સૂચનો અપાયા હતા.અગાઉ અપાયેલી નોટિસના પગલે 114 કોમ્પ્લેક્સ અને 31 સમાજવાડીમાં ફાયર સિસ્ટમ લગાવવાની અથવા કામગીરી શરૂ કરવાની પ્રગતિ જોવા મળી છે. આ સમય દરમિયાન 08 ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજીઓ પણ આવેલી, જેને R.F.O. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.અભિયાન દરમિયાન મોરબી શહેરમાં 02 જગ્યાએ આગ લાગવાના બનાવ બનેલા અને એક રેસ્ક્યુ કોલ આવેલો, જેમાં ફાયરના જવાનોએ ફુલ PPE કીટ (હેલ્મેટ, ગમબૂટ, વન લેયર શૂટ, હેન્ડગ્લોઝ) જેવા આધુનિક સાધનો સાથે ફાયર ફાઇટિંગ કરીને જાન-માલને બચાવ્યા હતા. મોરબીના નાગરિકોને કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક (02822) 230050, 101 અથવા 112 પર સંપર્ક કરવા ચીફ ફાયર ઓફિસર, મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.