મોરબી : મોરબી શહેર તેમજ તાલુકામાં પોલીસે અલગ અલગ બે દરોડામાં વિદેશી દારૂની નાની - મોટી 58 બોટલ ઝડપી લીધી હતી.દરોડા દરમિયાન એક આરોપી હાથ લાગ્યો હતો જ્યારે બે આરોપીઓ હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે શનાળા રોડ પર ન્યુ હાઉસિંગ બોર્ડ પાસેથી આરોપી નૈમિશગીરી યોગેન્દ્રગીરી ગૌસ્વામીને વિદેશી દારૂની 180 મીલી માપની 3 બોટલ કિંમત રૂપિયા 360 સાથે ઝડપી લીધો હતો.જ્યારે તાલુકા પોલીસ રંગપર ગામે આરોપી જયેશ ઉર્ફે જય દિનેશભાઇ જંજવાડિયાના મકાન પાછળ દરોડો પાડી વિદેશી દારૂની નાની મોટી 54 બોટલ કિંમત રૂપિયા 15,945 કબ્જે કરી હતી.જો કે, આરોપી જયેશ હાજર નહિ મળી આવતા જયેશ તેમજ તપાસમાં ખુલે તે તમામને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.