જિલ્લામાં એક સાથે 24 દર્દીઓ સાજા પણ થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની રફતાર તેજ થઈ રહી છે. જિલ્લામાં આજે નવા 57 કેસો નોંધાયા છે. સામે આજે એક સાથે 24 દર્દીઓ સાજા થઈ જતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે. મોરબી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં આજે જિલ્લામાં 1631 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 57 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. વિસ્તાર પ્રમાણે જોઈએ તો મોરબી શહેરમાં 33, મોરબી ગ્રામ્યમાં 15, વાંકાનેર ગ્રામ્યમાં 2, ટંકારા ગ્રામ્યમાં 3 અને માળિયા ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે. આ સાથે મોરબી શહેરમાં 22, હળવદમાં 1 અને ટંકારામાં 1 મળી કુલ 24 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીની વિગતો જોઈએ તો મોરબી જિલ્લામાં આજ સુધી 4,50,678 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી આજ સુધી 6810 લોકો પોઝિટિવ આવ્યા છે. આજ સુધી 6229 લોકો સાજા થયા છે. હાલ જિલ્લામાં 240 કેસ એક્ટિવ છે.