ત્રાજપર ચોકડી નજીક સીટી બી ડિવિઝન પોલીસે એક બોટલ દારૂ સાથે યુવાનને ઝડપી લીધો મોરબી : મોરબી તાલુકાના બાદનપર ગામે પોલીસે રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ - અલગ બ્રાન્ડની 57 બોટલ ઝડપી લીધી હતી જો કે આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.જયારે સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ચોકડી નજીક એક્ટિવા મોટર સાયકલ ઉપર એક બોટલ સાથે નીકળેલા શખ્સને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાદનપર ગામે વિમલભાઈ મુળજીભાઈ કટેસીયાના ઘેર દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશદારૂની બોટલ નંગ-57 કિંમત રૂપિયા 28,720 ઝડપી લેવામાં આવી હતી. જો કે દરોડા દરમિયાન આરોપી વિમલભાઈ મુળજીભાઈ કટેસીયા હાજર ન મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. જયારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ચોકડી નજીક એક્ટિવા મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે નીકળેલા ગેરેજના ધંધાર્થી વિજયસીહ જેઠુભા, રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નં.૫૨ સામાકાંઠે મોરબી વાળાને એક્ટિવા સહીત 20,375ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.