મોરબી : મોરબી જિલ્લામાં લેવાયેલ બિનસચિવાલયની પરીક્ષામાં અડધાઅડધથી પણ વધુ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. એટલે કે કુલ 57.67% ઉમેદવારોએ પરીક્ષા આપી નહતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગઈકાલે તા. 24ના રોજ બિનસચિવાલયના ક્લાર્ક અને સચિવાલયના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પોસ્ટ માટે પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં કુલ 42 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. મોરબી જિલ્લામાં આ પરીક્ષા આપવા માટે કુલ 13,496 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી કુલ 5714 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જયારે 7782 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આમ, કુલ 42.33% ઉમેદવારોએ હાજરી આપી હતી. તેમજ કુલ 57.67% ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.